હળવદ પોલીસે ખાનગી બાતમીના આધારે પાંડાતીરથ ગામ નજીક ક્રિકેટ મેદાનમાં ટોર્ચના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા કરશનભાઈ વાઘજીભાઈ ઉડેચા ઉવ.૪૫ રહે. નવા કડિયાણા તા. હળવદ, રાયમલભાઈ શેલાભાઈ ઠુંગા ઉવ.૩૯ રહે. કડિયાણા તા. હળવદ, બીપીનભાઈ જગદીશભાઈ માકાસણા ઉવ.૨૬ રહે. ચરાડવા આંબલીવાળી શેરી તા. હળવદ, ભુપતભાઈ ચતુરભાઈ માકાસણા ઉવ.૪૯ રહે. ચરાડવા આંબલીવાળી શેરી તા. હળવદ અને ભવાનભાઈ વિરમભાઈ સરૈયા ઉવ.૪૦ રહે. દેવીપુર તા. હળવદ વાળાને રોકડા રૂ.૫૭,૬૦૦/-સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. હાલ પકડાયેલ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી હળવદ પોલીસે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.






