મોરબી શહેરની નિલકંઠ સોસાયટીમાં જુદા-જુદા ટોળા બનાવી જુગાર રમતા કુલ ૧૭ મજૂરો પકડાયા છે. આ બનાવમાં તમામ ૧૭ મજૂરો સામે જુગાર ધારા હેઠળ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
ગઈકાલે તા.૧૮ ના રોજ મોરબીની નિલકંઠ સોસાયટીમાં સાંઇ એપાર્ટમેન્ટ પાસે જુગાર રમી રહેલા નવ મજૂરોને પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ. 16,250 જપ્ત કર્યા છે. પોલીસે હર્ષદભાઇ માનબહાદુર રાઓલ, ભરતભાઇ કલમભાઇ થાપા, પ્રેમબહાદુર માનબહાદુર રાઉલ, જબ્બરભાઇ દાનસીંગ રાઉલ, શીવાભાઇ રાકેશભાઇ વિશ્વકર્મા, દિપકભાઇ સરોજભાઇ ભંડારી, કમલભાઇ કમાનસીંગ કઠાપત, ભરતભાઇ રત્નાભાઇ બિષ્ટ તથા કલમ માનબહાદુર રાઓલની અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે આ જ સ્થળ પરથી અન્ય ટોળામાં જુગાર રમતા આઠ મજૂરોને પકડી પાડવામાં આવ્યા છે. પોલિસ દ્વારા આરોપીઓ પાસેથી રોકડ રૂ. 12,510 કબ્જે કર્યા છે. પોલીસે આ કેસમાં નરેશભાઇ અમરસીંગભાઇ સોની, રમેશભાઇ રામબહાદુર રાઓલ, હરીશભાઇ માનસીંગ બોગટી, કમલભાઇ ભીમબહાદુર બીસ્ટા, હરકભાઇ ડમ્મરભાઇ વિશ્વકર્મા, ટેગબહાદુર પાઉમનસીંગ વિશ્વકર્મા, કરણભાઇ જીતબહાદુર વિશ્વકર્મા તથા અનીલભાઇ જીતબહાદુર વિશ્વકર્માની અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.