Monday, August 24, 2026
HomeGujaratમોરબી બી ડિવિઝન અને તાલુકા પોલીસની ચાર જુગાર રેઇડમાં ૧૯ ઝડપાયા, એક...

મોરબી બી ડિવિઝન અને તાલુકા પોલીસની ચાર જુગાર રેઇડમાં ૧૯ ઝડપાયા, એક ફરાર

મોરબી તાલુકા પોલીસ અને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે જુગાર વિરોધી કાર્યવાહી અંતર્ગત રંગપર, ભડીયાદ, લાલપર તથા મોરબીની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં ચાર અલગ-અલગ રેઇડ કરી કુલ ૧૯ શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે ચારેય સ્થળેથી રોકડા કુલ રૂ.૧,૩૦,૮૫૦/- કબજે કર્યા હતા. જ્યારે લાલપર ગામે રેઇડમાં મકાન માલિકને ફરાર જાહેર કર્યા છે.

- Advertisement -
- Advertisement -

જુગારની પ્રથમ રેઇડમાં મોરબી તાલુકાના રંગપર ગામે જાપા પાસે સ્ટ્રીટ લાઇટના અજવાળે ગંજીપત્તાથી તીનપત્તિનો જુગાર રમતા જગદીશભાઇ મોતીભાઇ નયા ઉવ.૪૦, સાગરભાઇ મોતીભાઇ નયા ઉવ. ૩૨, ગોવિદભાઇ છેલાભાઇ ગીંગોરા ઉવ. ૪૫ તથા સુરેશભાઇ રમેશભાઇ કગથળા ઉવ. ૩૬ બધા રહે. રંગપર, તા.જી. મોરબી વાળાને રૂ.૧૪,૫૦૦/-ની રોકડ સાથે ઝડપી પાડ્યા હતા.

બીજી રેઇડમાં ભડીયાદ ગામે રામાપીરના ઢોરા પાસે રામદેવપીરના મંદિર પાછળની શેરીમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા હિતેષભાઇ અતુલભાઇ ત્રિવેદી, ઉવ. ૨૮ રહે. ભડીયાદ કાંટે વિદ્યાનગર તા.જી. મોરબી, રસિકભાઇ ભીખાભાઇ ધોળકીયા ઉવ. ૫૬ રહે.ભડીયાદ કાંટે વિદ્યાનગર તા.જી. મોરબી, હસમુખભાઇ અતુલભાઇ ત્રિવેદી ઉવ. ૨૧ રહે. ભડીયાદ કાંટે વિદ્યાનગર તા.જી. મોરબી, સંતોષભાઇ મેરાભાઇ ઇટોદરા ઉવ. ૨૬ રહે. રામદેવપીર ઢોરા પાસે રામદેવનગર ભડીયાદ તા.જી. મોરબી, જયેન્દ્રસિંહ ઉર્ફે જયુભાઇ પંચાણજી ઝાલા ઉવ. ૩૬ રહે. રામદેવનગર ભડીયાદ તા.જી. મોરબી વાળા એમ પાંચ ઇસમોને રોકડા રૂ.૩૧,૦૫૦/-ની રોકડ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.

જ્યારે મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ત્રીજી રેઇડમાં મોરબી-૨માં લક્ષ્મીનારાયણ સોસાયટીના સાઇ સ્મિત એપાર્ટમેન્ટના ત્રીજા માળે ફ્લેટ નં.૩૦૪માં પોલીસે જુગારની રેઇડ કરી હતી, જ્યાં જુગાર રમતા બચુભાઇ સાદુરભાઇ ઠાકોર રહે.કોબા સર્કલ અડાલજ રોડ ગાંધીનગર તા.જી. ગાંધીનગર, શંકરજી મેઘાજી ઠાકોર રહે.કોબા સર્કલ અડાલજ રોડ ગાંધીનગર તા.જી. ગાંધીનગર તથા નાગજીભાઇ રામાભાઇ ઠાકોર રહે. અવંતિકા ફાર્મ નભોઇ કોબા તા.જી. ગાંધીનગર વાળાને ઝડપી પાડ્યા હતા. આ સાથે જુગારના પટ્ટમાંથી રૂ.૪૬,૮૦૦/- રોકડા કબજે કરાયા.હતા.

આ ઉપરાંત મોરબી તાલુકાના લાલપર ગામે રાધે હોટલ પાછળ વિશાલદીપ કંપાઉન્ડ સોસાયટીની પ્રથમ શેરીમાં ભરતભાઇ કાન્તીલાલ મહેતાના રહેણાક મકાનના બીજા માળે જુગાર રમતા મુકેશભાઇ લખમણભાઇ ઠોરીયા રહે. ભડીયાદ કાંટે જવાહર સોસાયટી મોરબી, ગોપાલભાઇ મોહનભાઇ ડાભી રહે. સો-ઓરડી શેરી નં.૧ મોરબી-૨, જયંતીભાઇ રવજીભાઇ ડાભી રહે. રાધે હોટલ પાછળ, લાલપર તા.જી. મોરબી, અમીતભાઇ દિનેશભાઇ ઠોરીયા રહે. રાધે હોટલ પાછળ લાલપર તા.જી. મોરબી, રાજેશભાઇ રમેશભાઇ સનારીયા રહે. શીતળા માતાજી મંદિર પાસે મહેન્દ્રનગર મોરબી, પંકજભાઇ જીવરાજભાઇ પરમાર રહે. ભીમરાવનગર વીસીપરા મોરબી તથા મનોજભાઇ હિરાભાઇ પરમાર રહે. ટીબડી પાટીયા પાસે તા.જી. મોરબી વાળાને રૂ.૩૮,૫૦૦/-ની રોકડ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા રેઇડ દરમિયાન મકાન માલિક ભરતભાઇ કાન્તીલાલ મહેતાને ફરાર હોવાનું પોલીસે જાહેર કર્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!