Sunday, August 23, 2026
HomeGujaratમોરબીના ઘુટુમાંથી ત્રણ વર્ષના બાળકનું અપહરણ

મોરબીના ઘુટુમાંથી ત્રણ વર્ષના બાળકનું અપહરણ

રમકડું અપાવવાના બહાને પિતાનો મિત્ર બાળકને લઈ ગયો, પરત ન ફરતાં માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના ઘુટુ ગામની સીમમાં આવેલી સ્પેનસરા સીરામીકની લેબર કોલોનીમાંથી ત્રણ વર્ષના બાળકનું અપહરણ થયાની ફરિયાદ નોંધાઈ છે. બાળકના પિતાના મિત્રએ રમકડું અપાવવાના બહાને બાળકને લઈ ગયા બાદ પરત ન ફરતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. હાલ તાલુકા પોલીસે બીએનએસ કલમ ૧૩૭(૨) હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મળતી વિગતો અનુસાર, ઘુટુ ગામની સીમમાં સ્પેનસરા સીરામીકની લેબર કોલોનીમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના વતની બાળક ની માતાએ ફરિયાદ નોંધાવી હતી કે તા.૨૧ ઓગસ્ટના રોજ તેમના પતિના મિત્ર આરોપી સંતોષ નવલા આદિવાસી (રહે. બુઢાડાંગર થાના કોલારસ જી. શિવપુરી મધ્યપ્રદેશ)વાળો તેમના ત્રણ વર્ષના પુત્રને બજારમાંથી રમકડું લઈ આપવાના બહાને સાથે લઈ ગયા હતા. ત્યારબાદ આરોપી સંતોષ બાળકને પરત લઈને ન આવતા માતાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી સંતોષ તેમના પતિનો સારો મિત્ર હોવાથી બનાવના સમયે ફરિયાદ કરવામાં આવી ન હતી. હાલ સમગ્ર બનાવને લઈને મોરબી તાલુકા પોલીસે આરોપી સામે ગુનો નોંધી અલગ અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!