Thursday, March 28, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં ધોરણ ૧૦ ની પરીક્ષામાં કુલ ૧૨૫૭૩ માંથી ૨૦૬ પરીક્ષાર્થીઓ ગેરહાજર...

મોરબી જિલ્લામાં ધોરણ ૧૦ ની પરીક્ષામાં કુલ ૧૨૫૭૩ માંથી ૨૦૬ પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા

મોરબી સહીત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. પહેલા દિવસે વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક અને મોં મીઠું કરાવીની સ્વાગત કરવામાં આવ્યું હતું. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ આજે પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે. જેમાં ધોરણ ૧૦ ની પરીક્ષામાં પરીક્ષાર્થીઓની સંખ્યા જાહેર કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

સવારના સેશનમાં 10થી 1.15 કલાક દરમિયાન ધોરણ 10માં પહેલું પેપર ગુજરાતી, ઇંગ્લિશ તથા સંસ્કૃત સાહિત્યમનું હતું. જેમાં ગુજરાતી વિષયમાં કુલ ૧૨,૨૧૪ પરીક્ષાર્થીએ પરીક્ષા આપવા માટે ફોર્મ ભર્યા હતા. જેમાંથી ૧૨,૦૧૦ પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા જયારે ૨૦૪ ગેર હાજર રહ્યા હતા. તેવી જ રીતે
ઇંગ્લિશ વિષયમાં કુલ ૩૪૮ પરીક્ષાર્થીઓમાથી ૩૩૭ પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા. જયારે ૦૧ ગેરહાજર રહો હતો. તેમજ સંસ્કૃત સાહિત્યમ વિષયમાં કુલ ૧૧ પરીક્ષાર્થીમાંથી ૧૦ પરીક્ષાર્થી હાજર રહ્યા જયારે ૧ ગેરહાજર રહ્યો હતો. આમ ત્રણે વિષયના મળીને કુલ ૧૨,૫૭૩ પરીક્ષાર્થીઓમાંથી કુલ ૧૨,૩૬૭ હાજર રહ્યા હતા અને કુલ મળી ૨૦૬ વિધાર્થીઓ ગેર હાજર રહ્યા હતા. ત્યારે સારીવાત તો એ છે કે, મોરબી જિલ્લામાં કોઈ ગેરરીતિ સામે આવી નથી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!