વાંકાનેરના કોઠારીયા (જડેશ્વર) ગામે રહેણાંક મકાનમાંથી 47 બોટલ દારૂ અને 24 ટીન બિયરનો જથ્થો વાંકાનેર પોલીસે ઝડપી લીધો હતો. આ રેઇડ દરમિયાન આરોપી કાનભા હાજર ન મળતા પોલીસે આરોપીને ફરાર જાહેર કરી તપાસ હાથ ધરી છે.
આ કેસની વાંકાનેર તાલુકા પોલિસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર કોઠારીયા ગામે આવેલ દરબારગઢ શેરીમાં રહેતા મુળરાજસિંહ ઉર્ફે કાનભા મહાવીરસિંહ ઝાલાએ પોતાના મકાનમાં દારુનો જથ્થો વેચાણ અર્થે રાખ્યો હોવાની પોલીસને બાતમી મળી હતી જેને પગલે પોલીસે રેઇડ કરી હતી આ દરમિયાન મકાનમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની ૪૭ બોટલ કી.રૂ. ૧૯,૧૨૫ તથા ટુબર્ગ બીયરના ૨૪ ટીન કી.રૂ. ૨૪૦૦ મળી કુલ કી.રૂ. ૨૧,૫૨૫નો મુદામાલ ઝડપાયો હતો. જ્યારે આરોપી મુળરાજસિંહ ઉર્ફે કાનભા હાજર ન મળતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.