ટંકારા તાલુકાના મીતાણા ગામ નજીક જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ અને ૦૭ મોબાઈલ સહીત ૩૮ હજારથી વધુનો મુદામાલ જપ્ત કર્યો છે
મોરબી જિલ્લાના પોલીસવડા ની સૂચનાથી અને ડિવાયએસપી રાધિકા ભારાઈ ના માર્ગદર્શન હેઠળ તથા સર્કલ પોલીસ પી આઈ એચ.એન.રાઠોડ ના માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મીતાણા ગામેથી ધ્રોલીયા ગામ તરફ જવાના રસ્તે જુગાર રમાતો હોવાની બાતમીને આધારે ટીમે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા કિશોરભાઈ ધનજીભાઈ દેવડા, ચિરાગ મગનભાઈ દેવડા, ચેતન સુંદરજીભાઈ દેવડા, ચિરાગ અશોકભાઈ ભાગિયા અને સૌરભ રમેશભાઈ ભાગિયા રહે પાંચેય પ્રભુનગર મીતાણા તા. ટંકારા વાળાને ઝડપી લીધા છે અને આરોપી પાસેથી રોકડ રકમ રૂ ૨૪,૭૦૦ અને ૭ મોબાઈલ મળીને કુલ રૂ ૩૮,૭૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે