મોરબી તાલુકાના મકનસર ગામે બહુચર પાનની પાછળ આવેલા ખુલ્લા પ્લોટમાં જાહેરમાં તીનપત્તિનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે મોરબી તાલુકા પોલીસે રેઇડ કરી હતી, જ્યાં રૂપિયાની હારજીતનો જુગાર રમી રહેલા ધિરૂભાઇ ભવાનભાઇ થરેસા ઉવ.૪૭, મહેશભાઇ ધિરૂભાઇ દેગામા ઉવ.૨૮, જીતેન્દ્રભાઇ ઉર્ફે જીતેનભાઇ નરસીભાઇ થરેસા ઉવ.૨૬, ચેતનભાઇ ચંદુલાલ ઘાટલીયા ઉવ.૩૦, જયંતીભાઇ પરસોત્તમભાઇ ઝંઝવાડીયા ઉવ.૪૫ તથા વિજયભાઇ જગમલભાઇ થરેસા ઉવ.૩૨ બધા રહે. મકનસર વાળાને પોલીસે રંગેહાથ ઝડપી લીધા હતા, આ સાથે પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂ.૧૧,૧૫૦/-ને પકડી લઈ તમસમ વિરુદ્ધ જુગરધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






