ટંકારા તાલુકાના ઘુનડા (સજ્જનપર) ગામે જાહેરમાં પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા છ શખ્સોને પોલીસે રોકડા ૧૦,૩૦૦/- સાથે ઝડપી પાડ્યા હતા.
ટંકારા તાલુકાના ઘુનડા (સજ્જનપર) ગામે પોલીસે દરોડો પાડી જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા વજીરભાઈ બખતરીયા ઉવ.૫૭, દુર્લભજીભાઈ પંચાસરા ઉવ.૪૫, ઘનશ્યામભાઈ બાવરવા ઉવ.૪૬, મુકેશભાઈ ચૌહાણ ઉવ.૪૮, રામભાઈ અજાણ ઉવ.૩૫અને મહેશભાઈ થરેસા ઉવ.૪૨ બધા રહે.ઘુનડા(સજ્જનપર) તા.ટંકારા વાળાને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી રોકડા ૧૦,૩૦૦/-સહિતનો મુદ્દામાલ જપ્ત કરી ટંકારા પોલીસે તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






