Thursday, June 25, 2026
HomeGujaratહળવદ: કડીયા કામમાં પરપ્રાંતિય મજૂરોનું રજિસ્ટ્રેશન ન કરાવનાર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી

હળવદ: કડીયા કામમાં પરપ્રાંતિય મજૂરોનું રજિસ્ટ્રેશન ન કરાવનાર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી

હળવદ: પરપ્રાંતિય મજૂરો અને કારીગરોનું મોરબી એસ્યુર્ડ એપમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત હોવા છતા કડીયા કામના કોન્ટ્રાક્ટરે પોતાની નીચે રાખેલ મજૂરોનું આઇડી કે રજિસ્ટ્રેશન નહિ કરવી જાહેરનામાનો ભંગ કરતા તેની વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ પરપ્રાંતિય મજૂરોની ચોક્કસ માહિતી રાખવા અંગે અધિક જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મોરબી એસ્યુર્ડ એપમાં પરપ્રાંતિય મજૂરો અને કારીગરોનું રજિસ્ટ્રેશન કરાવવા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હોય જે બાબતની તપાસની કામગીરી દરમિયાન હળવદ-ટીકર રોડ પર આવેલી દ્વારકેશ ટાઉનશીપ ખાતે ચાલી રહેલા કન્સ્ટ્રક્શન કામના કોન્ટ્રાક્ટર રાજેશભાઈ ઉર્ફે મુનાભાઈ રાઠોડે પોતાની નીચે કામ કરતા પરપ્રાંતિય મજૂરોના આઇડી પોતાની ઓએસે ન રાખેલ તેમજ તેમનું મોરબી એસ્યુર્ડ એપમાં રજિસ્ટ્રેશન પણ કરાવ્યું નહોતું આથી પોલીસે આરોપી રાજેશભાઈ ઉર્ફે મુનાભાઈ વિરજીભાઈ રાઠોડ ઉવ.૩૭ રહે.રાધે પાર્ક હળવદ-ટીકર રોડ હળવદ વાળા વિરુદ્ધ જાહેરનામા ભંગની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!