Thursday, June 25, 2026
HomeGujaratકારખાનામાં ગાડી ભરવા બાબતની અદાવતમાં યુવક ઉપર વાંકાનેર નજીક હુમલો, ચાર શખ્સો...

કારખાનામાં ગાડી ભરવા બાબતની અદાવતમાં યુવક ઉપર વાંકાનેર નજીક હુમલો, ચાર શખ્સો સામે ગુનો નોંધાયો

વાંકાનેર: ટાઇલ્સ કારખાનામાં ગાડી ભરવા બાબતે ચાલતા મનદુઃખના કારણે એક યુવક પર ચાર શખ્સોએ હુમલો કર્યો હતો. લોખંડના પાઇપ અને લાકડાના ધોકાથી માર મારતા યુવકના હાથમાં ફ્રેક્ચર સહિત ઇજાઓ પહોંચી હતી. સમગ્ર બનાવ મામલે ભોગ બનનારની ફરિયાદને આધારે વાંકાનેર તાલુકા પોલીસે બે નામજોગ અને બે અજાણ્યા આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકાના ભલગામ સીમ વિસ્તારમાં અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે પર આવેલી શક્તિ ટી સ્ટોલ પાસે યુવક પર હુમલાની ઘટના સામે આવી છે. કોટડાનાયાણી ગામે રહેતા અને ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા ભરતભાઈ હરજીભાઈ વરૂ ઉવ.૨૫એ નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓની પીકઅપ ગાડી મીતાણા નજીક આવેલી રેકટાઇલ્સ ફેક્ટરીમાં ચાલતી હતી. ત્યારે ગાડી ભરવા બાબતે અગાઉ મકનસર ગામે રહેતા આરોપી વિજયભાઈ બાબુભાઈ ગમારા સાથે મનદુઃખ ચાલતું હોય તે દરમિયાન ગત તા.૨૩ જૂનના રોજ આરોપીએ ફરિયાદી ભરતભાઈને આ બાબતે ચર્ચાના બહાને ઉપરોક્ત શક્તિ ટી સ્ટોલ પાસે બોલાવ્યા હતા. ત્યાં પહોંચતા આરોપી વિજયભાઈ, વિપુલભાઈ મોતીભાઈ ગમારા તથા અન્ય બે અજાણ્યા શખ્સોએ ભરતભાઈને ગાળો આપી લોખંડના પાઇપ, લાકડાના ધોકા સહિતના હથિયારો વડે તેમની ઉઓર હુમલો કર્યો હતો. હુમલામાં ભરતભાઈને હાથમાં ફ્રેક્ચર થયું હતું, હુમલા દરમિયાન આરોપીઓએ ફરીયાદીને કારખાનામાં ગાડી ભરવા નહીં આવવા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે આસપાસના લોકો ભેગા થઈ જતા ચારેય આરોપીઓ ત્યાંથી ચાલ્યા ગયા હતા. હાલ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!