Friday, March 29, 2024
HomeGujaratહળવદના લક્ષ્મિનારાયણ ચોકમાંથી વર્લી બાજ જલો ઝડપાયો: કલો ફરાર

હળવદના લક્ષ્મિનારાયણ ચોકમાંથી વર્લી બાજ જલો ઝડપાયો: કલો ફરાર

હળવદના લક્ષ્મિનારાયણ ચોક નજીક આવેલ ખુલ્લી જગ્યામાં વર્લી ફિચર આંકડા લખી જુગાર રમતા એક ઇસમને પોલીસે ઝડપી લીધો હતો જ્યારે એક શખ્સનું નામ ખુકતા પોલીસે તાપસ લંબાવી છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

લક્ષ્મિનારાયણ ચોકમાં આવેલ ભારત ગેસ એજન્સીની ગલીમા હળવદ પોલીસે બાતમી આધારે રેઇડ પડી હતી આ રેઇડ દરમિયાન વર્લી ફિચર આંક ફરકનો જુગાર રમતા આરોપી જયેશ ભાઇ ઉર્ફે જલો મગનભાઇ વાઘેલા (ઉ.વ.૪૫ રહે.મોચીબજાર હળવદ)ને રંગેહાથ ઝડપી લીધો હતો. જ્યારે આરોપી કલાભાઇ ગુલામહુશેન પાસેથી કમીશન ઉપર વર્લી ફિચરના આંકડા લખતો હોવાનું માલુમ પડતા પોલીસે વર્લીનું સાહિત્ય તથા રોકડા રૂ.૧૦૨૦૦ સાથે આરોપી જયેશને ઝડપી લીધો હતો જયારે આરોપી કલો હાજર ન મળતા પોલીસે તેને ફરારી જાહેર કરી પકડી પાડવા તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!