અગાઉ દારૂ પીને ધમાલ મચાવતા આરોપીને પ્રોહિબિશનનાં કેસમાં પુરાવી દીધા હોવાનો ખાર રાખી આરોપી અને તેનાં પત્નીએ વૃદ્ધને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી
બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ચન્દ્રસિંહ દીપસિંહ ઝાલા (ઉ.વ.૬૦, ધંધો નિવૃત, રહે.મોરબી શનાળા રોડ ન્યુ ગુજરાત હાઉસીંગ બોર્ડ મકાન નં.૧૧૨૭) એ આરોપીઓ શૈલેન્દ્રસિંહ લાલુભા ઝાલા તથા તેનાં પત્ની (બંને રહે. મોરબી શનાળા રોડ ન્યુ ગુજરાત હાઉસીંગ બોર્ડ મોરબી) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૬નાં રોજ રાત્રે આરોપી શૈલેન્દ્રસિંહ દારૂ પીને તોફાન કરતાં હોય ફરિયાદીએ ૧૦૦ નંબર ઉપર ફોન કરી પ્રોહિબિશનનાં કેસમાં તેને પુરાવી દીધેલ અને ત્યારબાદ તા. ૨૨નાં ફરિયાદીનાં પાડોશી નિકુંજભાઈ તથા તેનાં પત્ની જાનવીબેન સાથે આરોપીઓ શૈલેન્દ્રસિંહ તથા તેનાં પત્ની માથાકૂટ કરતાં હોય જેથી ફરિયાદી સમજાવવા તથા છોડાવવા જતાં આરોપી શૈલેન્દ્રસિંહએ ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો બોલી ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તો શૈલેન્દ્રસિંહનાં પત્નીએ પણ ઢીકાપાટુનો માર મારી શૈલેન્દ્રસિંહને મદદગારી કરી હતી. બનાવની ફરિયાદનાં આધારે પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.