ટંકારા તાલુકા કક્ષાની હોસ્પિટલમાં છેલ્લા ૧૬ વર્ષથી એમ.ડી. ડૉક્ટરની ખાલી પડેલી જગ્યા ભરવી માટેે ઇન્ટરનેશનલ હુમન રાઈટ્સ એસોના સેક્રેટરીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો
ઇન્ટરનેશનલ હુમન રાઈટ્સ એસોના જનરલ સેક્રેટરી કાંતિલાલ બાવરવાએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું છે કે મોરબી જીલ્લામાં ટંકારા તાલુકામથક હોવા છતાં તે મુજબની સિવિલ હોસ્પિટલમાં સુવિધાઓ નથી. ટંકારાની આ હોસ્પિટલમાં ૨૦૦૬ થી એમડી ડોક્ટરની જગ્યા ખાલી છે. જે ડોક્ટરની જરૂરિયાત હાલ કોરોના મહામારીમાં ખુબ જ હોય, તાત્કાલિક એમડી ડોક્ટરની નિમણુક આપવામાં આવે તેવી માંગ કરી છે.