બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ રાજસ્થાનના વતની હાલ મોરબી તાલુકાના ટીંબડી ગામમાં રહેતા વિશાલકુમાર મહેંદ્રભાઈ રાજપૂત(ઉ.વ.૨૦) એ ગત તા. ૫ના રોજ નીલકંઠ હોટલ નાગડાવાસ પાસે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને પ્રથમ સારવાર મોરબીની સરકારી હોસ્પિટલમાં આપવામાં આવી હતી. ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ એએસઆઈ આર. બી. વ્યાસ ચલાવી રહ્યા છે.