મોરબી જીલ્લામાં આંશિક છૂટ છાટ થી નાના ધંધાર્થીઓમાં રાહત જોવા મળી મોરબીની બજારો ફરી ધમ ધમતી નજરે પડી
મોરબી જીલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાને લઈને મીની લોકડાઉન લગાડવામાં આવ્યું હતું જેમાં મોરબી જીલ્લાના હળવદ વાંકાનેર ટંકારા માળીયા સહિતના તાલુકાના વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો ત્યારે રાજય સરકાર દ્વારા બપોરના 3 વાગ્યા સુધીની છુટ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા નાના ધંધાર્થીઓમાં હર્ષની લાગણી જોવા મળી હતી આ મીની લોકડાઉન ના લીધે નાના ધંધાર્થીઓને ઘર ચલાવવામાં ભારે મુશ્કેલીઓ પડી રહી હતી ત્યારે રાજ્ય સરકાર દ્વારા આંશિક છૂટ આપવામા આવતા મોરબીમાં જાણે ઉત્સવ હોય તેમ લોકો અને વેપારીઓ બજારમાં સવારથી જ ઉમટી પડ્યા હતા જેના લીધે બજારમાં પણ ભીડ જોવા મળી હતી હાલ મોરબીના નાના ગજાના ધંધાર્થીઓને આંશિક છૂટ છાટ થી મહદ અંશે રાહત થઈ હોય તેવો માહોલ જોવા મળ્યો છે.