બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારાનાં હિરાપર ગામે રહેતા રાજેશભાઈ હરીભાઇ સારેસાએ આરેપી હકુડો સંધી (રહે. સરાયા તા. ટંકારા) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી પોતાના ભાઈ સાથે ઝઘડો કરતો હોય જે ફરિયાદીનો મિત્ર હોય ફરિયાદી વચ્ચે પડી તેઓને ઝઘડો નહિ કરવા સમજાવા જાતા આરોપીએ પોતાની પાસે રહેલ ધારીયા વડે આરોપીને માથામાં ઘારીયાનો ઘા મારી તેમજ શરીરે ઢીકાપાટુનો મુંઢ માર મારી જાતી પ્રત્યે હડધૂત કરી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પોલીસે બનાવની ફરિયાદનાં આધારે ગુનો નોંધી આરોપીને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.