પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૨નાં રોજ મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન ગાંધી ચોકમાં મંદિર પાસેથી આરોપી વલીમામદભાઈ આદમભાઈ ચાનીયા (ઉ.વ.૪૫, રહે. કબીર ટેકરી) અને અબ્દુલકાદિરભાઈ મહમદભાઈ મકરાણી (ઉ.વ.૩૩, રહે. મકરાણીવાસ) વાળાઓને નોટ નંબરી જુગાર રમતા પકડી પાડીને તેમની પાસેથી રોકડ રકમ રૂ. ૧૬૦૦/- જપ્ત કરી બંને આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.