Sunday, November 24, 2024
HomeGujaratમોરબી ડુપ્લીકેટ રેમડીસીવર ઇન્જેક્શન કૌભાંડમાં ઝડપાયેલા ત્રણ આરોપીના તા.૯ સુધીનાં રિમાન્ડ મંજુર

મોરબી ડુપ્લીકેટ રેમડીસીવર ઇન્જેક્શન કૌભાંડમાં ઝડપાયેલા ત્રણ આરોપીના તા.૯ સુધીનાં રિમાન્ડ મંજુર

મોરબી જિલ્લા એલસીબીની ટીમે રાજ્ય વ્યાપી ડુપ્લિકેટ રેમડેસીવીર ઇન્જેકશનનું કૌભાંડમાં પકડી પાડ્યું હતું જેની તપાસ દરમ્યાન આ કૌભાંડ આંતર રાજ્ય કૌભાંડ હોવાની માહિતી સામે આવી હતી અને બીજા રાજયમાથી આરોપીઓને પકડવામાં આવ્યા હતા રાજ્યના અનેક શહેરો તેમજ એમપી સુધી તપાસ ચલાવી નકલી ઇન્જેક્શન કૌભાંડમાં અનેક આરોપીને ઝડપી લઈને કોભાંડના મૂળ સુધી પહોંચવા પોલીસ કાર્યશીલ હોય દરમ્યાન વધુ ત્રણ આરોપીઓને જય પ્રહલાદભાઈ શાહ (ઉ.વ.૨૬, રહે. ભાવસાર શેરી અમદાવાદ) , મહમદસુભાન મહમદસયદ પટણી (રહે. અબ્બાસી ડૂપ્લેક્સ, સાહિલ રેસિ. નજીક, અંબર ટાવર, સરખેજ રોડ, અમદાવાદ) અને અભિજીત ઉર્ફે ચીકુ રાજેન્દ્ર્પ્રસાદ શર્મા (ઉં.વ.૨૬, રહે. આલમબાગ કોલોની મિડટી રોડ દેવાસ એમપી) એમ ત્રણ આરોપીઓની ધરપકડ કરી ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હોય કોર્ટે ત્રણેય ઇસમોને તા. ૦૯ સુધી પોલીસ રિમાન્ડ પર સોપ્યા છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!