પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના રવાપર રોડ પર રિયાલન્સ નગર સોસાયટીમાં રહેતા હિતેશભાઈ કરશનભાઈ ઝાલરીયા (ઉ.વ.૩૬) એ આરોપી જયેશભાઈ વલ્લભભાઈ કૈલા, હરેશભાઈ વલ્લભભાઈ કૈલા અને દિનેશભાઈ વશરામભાઈ કૈલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૩નાં રોજ ફરિયાદીનાં ટીંબડી ગામની સીમમાં આવેલ ઓસીસ કારખાનાની ઓફિસમાં ત્રણેય આરોપીઓએ તારા કારખાનાનો ટીસી થાંભલો અમને ખેતરે ટ્રેક્ટર લઇ જવામાં નડે છે તેમ કહી ફરિયાદી હીતેશભાઈને ગાળો આપી ઢીકા પાટુંનો માર મારતા ઈજા પહોચી હતી બાદ બાહર કારખાનામાં ગેટ પાસે આવી કહેલ કે બહાર ભેગો થા એટલે તને જોઈ લેશું અને મારી નાખશું એવી ધમકી આપી હતી. મોરબી તાલુકા પોલીસે બનાવની ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.