હળવદ તાલુકાનાં શીરોઈ ગામે નવા ગામ તળની જમીન નાયબ કલેકટર જમીન સંપાદન અને પુન વસવાટ રાજકોટ હસ્તકની જમીનમાં આવેલ પ્લોટ નંબર ૩૨ થી ૩૯ માં આરોપી હળવદ તાલુકા ભાજપના મહામંત્રી સંજયભાઈ રૂપાભાઇ અને કાળુભાઈ માવજીભાઈ, વનરાજભાઈ રૂપાભાઇ, પ્રતાપભાઈ માવજીભાઈ, વિજયભાઈ રૂપાભાઇ, અનીલભાઈ અમરશીભાઈએ ગેરકાયદેસર કબજો કરી મકાનો બનાવી પચાવી પાડી હતી જે મામલે હળવદ સિંચાઈ વિભાગના કાર્યપાલ ઈજનેર કિશન લીંબાડીયાએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો હતો. જેમાં આજે તમામ આરોપીઓની ધરપકડ કરી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.