પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૨૩નાં રોજ મોરબી તાલુકા પોલીસે બાતમીનાં આધારે રેઈડ કરી મોરબી તાલુકાના બેલા (આમરણ) ગામની તરી સીમમાં વોકળાનાં કાંઠે સરકારી ખરાબાની જગ્યામાંથી દેશી દારૂ બનાવવાનો ગરમ આથો ૧૫૦ લીટર કિં.રૂ.૩૦૦/- , ઠંડો આથો ૨૦૦ લીટર કિં.રૂ.૪૦૦/-, ભઠ્ઠીનાં સાધનો એલ્યુમિનિયમનું બકડીયુ નંગ-૦૧ કિં.રૂ.૫૦/-, પાટલી નળી સાથે નંગ-૦૧ તથા દેશી દારૂ આશરે ૩૦ લીટર કિં.રૂ.૬૦૦/- મળી કુલ કિં.રૂ.૧૩૫૦/- નાં મુદ્દામાલ સાથે આરોપી બીલાલભાઈ મુસાભાઈ કટીયા (ઉં.વ.૩૬ રહે. બેલા(આમરણ) જુના ગામમાં તા.જી.મોરબી) વાળાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.