પ્રાપ્ત વિગતો અનુસાર મુળ મધ્યપ્રદેશનાં વતની અને ચરાડવા ગામે રહી મજૂરી કામ કરતાં રાકેશભાઈ ભુરસિંગભાઈ કોળી એ છકડો નં. જીજે-૧૨-વી-૬૧૫૬નાં ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલે તા. ૨નાં રોજ હળવદ તાલુકાનાં ચરાડવા ગામ નજીક આવેલ ભવાની પેટ્રોલ પંપ પાસે પગપાળા જઈ રહેલ ફરિયાદીની નવ વર્ષની દીકરી રીનાને છકડો રિક્ષા નં. જીજે-૧૨-વી-૬૧૫૬નાં ચાલકે અડફેટે લેતા બાળકીને માથાનાં ભાગે તથા શરીરે ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. છકડો ચાલક અકસ્માત સર્જી નાશી છુટ્યો હતો. હળવદ પોલીસે અકસ્માતનાં આ બનાવની ફરિયાદ નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.