પ્રાપ્ત વિગતો અનુસાર હળવદનાં માથક ગામે રહેતા ફરિયાદી ગાંડુભાઇ દેવશીભાઇ મકવાણા (ઉ.વ ૩૭) એ આરોપી નિલેશભાઇ ઉર્ફે નીકો હેમુભાઇ મદ્રેસાણીયા (રહે. માથક તા.હળવદ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ગત તા.૧ ના રોજ રાત્રીના સાડા દશેક વાગ્યાના અરસામા આરોપીએ ફરીયાદી સાથેની જુની અદાવતના કારણે ફરીયાદીની પાન-બીડી, ચા-પાણીની ધાવડી હોટલ નામની દુકાનમા પ્રવેશ કરી ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો બોલી દુકાનમાં તોડફોડ નુકશાન કરી ફરીયાદીને મુંઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હળવદ પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.