મોરબી જીલ્લામાં આજના કુલ મળી ૨૭ નવા કેસ સાથે હાલ કોરોના નો આંકડો ૧૧૪૬ કેસ એક્ટિવ પર પહોંચ્યો છે
ત્યારે કોઈ પણ બાકાત રહી શક્યું નથી આજે સાંજે મોરબી જીલ્લાના હળવદના પૂર્વ ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી રહી ચૂકેલા જયંતી કવાડીયાને કોરોના પોઝિટિવ આવ્યો છે જેમાં હળવદ ધ્રાંગધ્રાના પૂર્વ ધારાસભ્ય જ્યંતી કવાડીયા એ પોતાના ઓફિશિયલ ટ્વીટ કરી આપી માહિતી છે અને સાથે જપોતાના સમ્પર્કમાં આવેલ લોકો પણ ટેસ્ટ કરાવે તેવી અપીલ કરી છે ઉલ્લેખનીય છે કે મોરબી જીલ્લામાં કુલ ૧૧૪૬ કેસ પોઝિટિવ આવી ચુક્યા છે જેમાં ૫૭ લોકોના મોત નિપજ્યા છે જે પૈકી ૪૧ બીમારી હોવાથી કોરોના થયો અને ૧૬ સાજા લોકો ને કોરોના થયો તેવા મોત છે તો બીજી બાજુ ૮૪૭ લોકો સાજા થયા છે જ્યારે ૨૪૨ કેસ એક્ટિવ છે જો કે આજે પૂર્વ ધારાસભ્ય અને એક સમયના રાજ્યકક્ષાના મંત્રીને કોરના પોઝિટિવ આવતાં આજુબાજુના લોકો પણ રિપોર્ટ કરવા અને હોમ કોર્નટાઈન થવાની તસ્દી લેવી પડી છે.