પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના નવા માલણીયાદ ગામનાં રહેવાસી અને ખેતીનો વ્યવસાય કરતા અંબારામભાઇ ભવાનભાઇ કણઝરીયા (ઉ.વ.૫૭)એ આરોપીઓ મહાવીરસિંહ ગંભીરસિંહ, યુવરાજસિંહ મહાવીરસિંહ, અર્જુનસિંહ ગંભીરસિંહ, લખુભા ઉર્ફે બકુલસિંહ ગંભીરસિંહ રહે. તમામ જુના માલણીયાદ ગામ વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૮નાં રોજ આરોપીઓ ફરિયાદીને તે અમારા જમીનનાં શેઢે બાવળીયા કાપેલ છે તેમ કહી ગાળો આપી મુંઢમાર મારી અને આરોપી મહાવીરસિંહએ ફરીયાદીને માથાનાં ભાગે ધારીયુ મારી ઈજા કરી હતી. હળવદ પોલીસે બનાવની ફરિયાદના આધારે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.