પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીનાં મહેન્દ્ર નગર રોડ પર આવેલ ગોપાલ સોસાયટીમાં રહેતા ટ્રાન્સપોર્ટનાં ધંધાર્થી મોહિતભાઈ મનસુખભાઇ ઘોડાસરા (ઉ.વ.૩૨)એ રામજીભાઈ ડાયાભાઈ પરમાર, દિગુભા તેમજ અજાણ્યા બે ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તેઓ ગત તા.૧૪નાં રોજ મોરબીના ટીંબડી ગામના પાટિયા પાસે હતા ત્યારે આરોપીઓએ તે મિટ્ટી કી જમાવટ નામના વોટ્સએપ ગ્રુપમાં ગત તા. 30 જૂનનાં રોજ કેમ મેસેજ કર્યો તેમ કહી ગાળો બોલીને યુવાનને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરિયાદીની કાર પર પથ્થરમારો કરીને તોડફોડ કરી હતી. મોરબી તાલુકા પોલીસે બનાવની ફરિયાદનાં આધારે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.