પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી બજાર લાઈન ડાક શેરીમાં રહેતા સલમાબેન સલીમભાઈ અમલાણી (ઉ.વ.૪૦)એ આરોપી હુશેન ઉફે ઢીંગલી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલે બપોરે સાડા ત્રણેક વાગ્યે નગર દરવાજા નજીક નાસ્તા ગલીમાં આરોપીએ પૈસાની માંગણી કરતા ફરિયાદી સલમાબેનએ પૈસા આપવાની ના પાડતા આરોપી હુશેન ઉર્ફે ઢીંગલીએ પોતાની પાસે રહેલ છરી વડે ફરિયાદીનાં ડાબા પગના સાથળ ઉપર એક ધા મારી ઈજા પહોંચાડી તેમજ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મોરબી એ ડીવીઝન પોલીસે બનાવવી ફરિયાદનાં આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે