Sunday, November 24, 2024
HomeGujaratમાળિયા-હળવદ હાઈવે ઉપર કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત, એકનું મોત

માળિયા-હળવદ હાઈવે ઉપર કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત, એકનું મોત

સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના સતાપર ગામે રહી મજુરી કામ કરતા ગૌતમભાઈ રાજુભાઈ ગોત્રેકીયા (ઉ.વ.૨૭) એ આરોપી સ્વિફ્ટ કાર નં. જીજે-૦૧-એચક્યુ-૩૧૨૯નાં ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા.૨૬ ના રોજ સવારના આશરે અગિયારેક વાગ્યાનાં અરશામાં ફરિયાદી હળવદ માળિયા હાઈવે પર જતા હોય દરમ્યાન આરોપી સ્વીફટ કારના ચાલકે પોતાની કાર પુર ઝડપે ગફલતભરી રીતે ચલાવીને બંશી પેટ્રોલપંપ નજીક ડીવાઈડર કુદાવીને રોંગ સાઈડમાં રીક્ષા નં. જીજે-૨૭-ડબ્લ્યુ-૨૮૭૧ સાથે અકસ્માત કરી ફરિયાદી ગૌતમભાઈના પિતા રાજુભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. તેમજ સાથેના વ્યક્તિને નાની મોટી ઈજા પહોંચાડી હતી. માળિયા(મી.) પોલીસે અકસ્માતનાં બનાવની ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!