Sunday, November 24, 2024
HomeGujaratમોરબી : માળીયા ફાટક નજીક અજાણ્યા વાહનચાલકે હડફેટે લેતા રાહદારી વૃદ્ધ સારવાર...

મોરબી : માળીયા ફાટક નજીક અજાણ્યા વાહનચાલકે હડફેટે લેતા રાહદારી વૃદ્ધ સારવાર દરમ્યાન મોત

મુળ સુરેન્દ્રનગર જીલ્લાના વતની અને હાલ મોરબી-૨ સમર્પણ હોસ્પિટલ પાછળ ગાયત્રી નગરમાં રહેતા કેતનભાઈ કાંતીભાઇ ચાવડાએ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૮ જુલાઈના રોજ અંદાજે સવારે સાડા દશેક વાગ્યાનાં અરસામાં ફરિયાદીનાં દાદા આલાભાઈ ગગાભાઈ ચાવડા (ઉં.વ.૮૦) ઘરેથી માળીયા ફાટકે ચા પીવા ગયેલા હોય ત્યારે સમર્પણ હોસ્પિટલ નજીક રોડ પર ચાલીને જતાં હોય ત્યારે કોઈ અજાણ્યા વાહનચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે ચલાવી ફરિયાદીનાં દાદાને હડફેટે લેતા તેઓને માથાના ભાગે તથા હાથમાં ગંભીર ઈજાઓ પહોંચાડી હતી બાદમાં તેને સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. મોરબી સીટી બી ડીવીઝન પોલીસે બનાવની ફરિયાદીનાં આધારે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!