મોરબીમાં સમી સાંજે લાતીપ્લોટ ના જોન્સનગર વિસ્તારમાં ઈરાન હાજીભાઈ ખોડ પર અજાણ્યા ઈસમોએ હુમલો કરતાં ઈરાન હાજી ખોડને ગળાના ભાગે છરી લાગતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં બાદમાં વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો જેના ઇજાગ્રસ્ત યુવાન ઈરાન હાજીભાઈ ખોડને સારવાર મળે એ પહેલા જ મોત નિપજ્યું હતું જેમાં બનાવ હત્યામાં પલટાયો હતો ઘટનાની જાણ થતાં જ મોરબી ડીવાયએસપી રાધિકા ભારાઈ,સીટી એ ડિવિઝન પીઆઈ ,પીએસઆઇ આર પી જાડેજા,પીએસઆઈ એસ.એમ.રાણા સહિતનો પોલીસકાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને બનાવની તપાસ કરતા પ્રથમ બાઈક અથડાવવા બાબતે માથાકૂટ થતા મામલો બીચકતા બે યુવાનોએ ઈરાન પર હુમલો કરી દીધાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.જો કે મોરબી એસપી સુબોધ ઓડેદરા ડીવાયએસપી રાધિકા ભારાઈ,એ ડિવિઝન પીઆઈ,એલસીબી પીએસઆઇ એન બી ડાભી,એસઓજી પીઆઇ જે એમ આલ સહિતની ટિમ દ્વારા સઘન પેટ્રોલિંગ કરી અન્ય કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ શરૂ કરી ઘટના સ્થળના વિસ્તારમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો જો કે આ હત્યાની ઘટનાને અંજામ આપતાં સમયે આરોપીઓ પોતાનું બાઈક ઘટના સ્થળ પર જ છોડી નાસી છૂટ્યા હતા જેના આધારે મોરબી પોલીસની ટીમોએ આરોપીઓને ઓળખી હત્યાની ફરિયાદ લેવા તજવીજ હાથ ધરી છે તો બીજી પોલીસના આધારભૂત સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ આ હત્યા નિપજાવનારા બંન્ને યુવાનો પોલીસના હાથવેંતમાં છે.