Wednesday, November 27, 2024
HomeGujaratખાખરાના પુલ પરથી વરસાદી પાણી ભયજનક સપાટી વટાવી જતાં ટંકારા - જામનગર...

ખાખરાના પુલ પરથી વરસાદી પાણી ભયજનક સપાટી વટાવી જતાં ટંકારા – જામનગર હાઈવે બંધ કરાયો

ટંકારા પંથકમાં ભારે વરસાદને પગલે ખાખરાના પુલ પરથી ધસમસતા વરસાદી પાણીનો પ્રવાહ પસાર થતા તંત્ર દ્વારા સલામતીના ભાગ રૂપે તત્કાલિક અસરથી ટંકારા- જામનગર હાઈવે બંધ કરવા નિર્ણય લેવાયો છે.પૂરના પાણીના પ્રવાહને કારણે વાહનચાલકોની સલામતીને ધ્યાને લઇ આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે. જેને લઈને ટંકારા થી જામનગર જવા માટે તંત્ર દ્વારા પડધરી થઇ રોડને ડાઈવર્ઝન આપવામાં આવ્યું છે. આ તકે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દઈ ઈમરજન્સી કામ સીવાય જામનગર અને રાજકોટ ન જવા લોકોને અપીલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!