મોરબી શહેર અને જિલ્લામાં આજે અપમૃત્યુના વધુ બે બનાવો સામે આવ્યા છે જેમાં છાતીમાં દુખાવો ઉપડતા મહિલાનું મોત નીપજ્યું છે જ્યારે પંચાસીયા ગામે બે માસ અગાઉ એસિડ પી જનાર મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હોવાનું પોલીસ સમક્ષ જાહેર થયું છે.
મોરબી શહેરના દફતરી શેરી ગ્રીનચોક નજીક રહેતા ધનુબેન મહેશભાઇ ચૌહાણ નામના 51 વર્ષીય મહિલાને છાતીમાં દુખાવો ઉપડતા તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હોવાનું ફરજ પરના ડોકટરે જણાવ્યું હતું.
જ્યારે બીજા બનાવમાં વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામે રહેતા પ્રભાબેન વિજયભાઇ પરમાર (ઉ.વ-૨૯)એ આશરે બે માસ પહેલા અગમ્ય કારણસર પોતાની જાતે એસીડ પી લીધું હતું ત્યારબાદ અલગ અલગ દવાખાને સારવાર લીધી હતી.આ દરમિયાન તેઓ ગઈકાલે અમદાવાદ સીવીલ હોસ્પીટલમાંથી સારવાર લઇ પોતાના ઘરે આવ્યા હતા ત્યારે અચાનક પોતાની તબીયત ખરાબ તથા બે ભાન હાલતમાં વાંકાનેર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા.