મોરબી જિલ્લામાં ચૂંટણીના પડઘમ વચ્ચે ગ્રામ પંચાયતની ચૂંટણી ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે શક્તિનગર ગ્રામ પંચાયત સમરસ જાહેર થઈ છે.
શક્તિનગર ગામ ને 42 વરસ બાદ અલગ ગ્રામ પંચાયત ની સીટ મળવાની સાથે પ્રથમ ચૂંટણી માં જ સમરસ જાહેર થઈ છે જેમાં સરપંચ તરીકે સીતાબા મહેન્દ્રસિંહ ઝાલા અને ઉપસરપંચ તરીકે રવિરાજસિંહ ગંભીરસિંહ ઝાલા નાં નામની જાહેરાત કરતા તમામે આ જાહેરાતને વધાવી સમરસ ગ્રામ પંચાયતની જાહેરાત કરી છે.આ તકે ગામ ના આગેવાનો અને યુવાનો ભૂપતસિંહ બચુભા ઝાલા,ઇન્દ્રસિંહ અજીતસિંહ ઝાલા ,અનિરુદ્ધસિંહ ઘન્શ્યામસિંહ ઝાલા ,ગંભીરસિહ હરિસિંહ ઝાલા ,યશપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલા એ જહેમત ઉઠાવી ગ્રામ પંચાયત સમરસ બનાવી હતી.