વાંકાનેર તાલુકાના લીંબાળા ધાર નજીક લીંબાળા ગામના ઇસમે વાંકાનેર નગરપાલિકાની પાઇપ લાઈનમાં બાકોરું પાડી મોટર બેસાડી પાણીનો અંગત ઉપયોગ કરતા વાંકાનેર સીટી પોલીસે આ શખ્સ સામે કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.
લીંબાળા ધાર પાસે આવેલ પાણી પુરવઠાના સમ્પ પાસેથી ઉસ્માનભાઇ ફતેભાઇ કડીવાર નામના ઇસમે વાંકાનેર નગર
પાલીકાની ૪૦૦ MSની પાઇપ લાઇનમા ગેરકાયદે કાણુ પાડી વેલ્ડીગ કર્યા બાદ પાઇપ લાઇન ફીટ કરી ત્રણ હોર્સ પાવરનો ડેડકો (મોટર) ફીટ કરી હતી જેમાં છેલ્લા ઘણા સમયથી પાણીનો બગાડ/ઉપયોગ કરતાનું માલુમ પડતા પોલીસે ઉસ્માન સામે આઇ.પી.સી.કલમ ૪૩૦, મુજબ ગુન્હો નોંધી ઇસમને ઝડપી લેવા સહિતની કાયદેશરની કર્યાવહી હાથ ધરી છે.