Tuesday, November 26, 2024
HomeGujaratમોરબીના બેલા ગામે ધગધગતા પાણીની ડોલમાં પડી ગયેલા બાળકનું સારવારમા મોત નીપજ્યું

મોરબીના બેલા ગામે ધગધગતા પાણીની ડોલમાં પડી ગયેલા બાળકનું સારવારમા મોત નીપજ્યું

મોરબી જિલ્લામા આજે વધુ એક અપમૃત્યુનો બનાવ સામે આવ્યો છે જેમાં 3 વર્ષનો બાળક રમતા રમતા ગરમ પાણીમાં પડી ગયા બાદ તેનું સારવારમાં મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના બેલા ગામેં રહેતા પરિવારનો ત્રણ વર્ષનો જીગ્નેશભાઇ ભરતભાઇ સોલંકી નામનો પુત્ર પોતાના ઘરે રમતો હતો આ દરમિયાન રમતા-રમતા ઘરમાં રહેલી ગરમ પાણીની ડોલમાં પડી જતા દાઝી ગયો હતો. જે અંગે પરિવારજનોને જાણ થતાં તેને તાત્કાલીક સારવાર અર્થે રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હોવાનું ફરજ પરના તબીબે જાહેર કર્યું હતું. પોલીસે અપમૃત્યુની નોંધ કરી કાર્યવાહી આગળ ધપાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!