મોરબી જિલ્લાના ટુ વ્હીલર માટે GJ36 AD અને ફોર વ્હિલ માટે GJ36AC માટેના ફક્ત ફેન્સી નંબર માટેની રી-ટેન્ડર પ્રક્રીયા શરૂ થયેલ છે. તા.૧૯/૦૧/૨૦૨૨ થી તા.૨૧/૦૧/૨૦૨૨ સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઇન અરજી કરી શકશે.
તા.૨૨/૦૧/૨૦૨૨ થી તા.૨૩/૦૧/૨૦૨૨ સુધી બીડીંગ પ્રોસેસ રહેશે. તા.૨૪/૦૧/૨૦૨૨ ના રોજ ઓકશનનું પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે. મોટર વાહનના ઈ-ફોર્મ ઓક્શનના પરિણામ જાહેર થયેથી દિવસ ૫ (પાંચ) માં એઆરટીઓ કચેરી મોરબી ખાતે રજૂ કરવાના રહેશે. પસંદગીના નંબર મેળવવા ઇચ્છતી વ્યક્તિઓએ કાર્યવાહી કરવા સહાયક પ્રાદેશીક વાહનવ્યવહાર અધિકારી મોરબીની યાદીમાં જણાવાયું છે.