Thursday, October 24, 2024
HomeGujaratમાળીયા મિયાણાના ખીરઇ ગામના પાટિયા નજીક કારમાંથી દારૂ,બિયરના ટીન સાથે એક આરોપી...

માળીયા મિયાણાના ખીરઇ ગામના પાટિયા નજીક કારમાંથી દારૂ,બિયરના ટીન સાથે એક આરોપી ઝડપાયો

માળીયા મિયાણા પોલીસે ખીરઇ ગામના પાટિયા નજીકથી કૃઝ ગાડીમાં દારૂની હેરાફેરી કરતા શખ્સ ને 72 બોટલ દારૂ અને 120 ટીન બિયરના જથ્થા સાથે ઝડપી લીધો હતો.આ અંગે જાણવા મળતી વિગત અનુસાર માળીયા મીયણા નેશનલ હાઇવે પર આવેલ ખીરઇ ગામના પાટીયા નજીકથી શંકાસ્પદ હાલતમાં પસાર થતી કારને પોલીસે અટકાવી તલાશી લેતા કારમાંથી વિદેશી દારૂની મેકડોવલ્સ નં. ૧ બ્રાન્ડની ૭૨ બોટલ કિ.રૂ .૨૭,૦૦૦ ભારતીય બનાવટની પરપ્રાંતીય કિંગફીશર સ્ટ્રોંગ બીયર કુલ ટીન નંગ -૧૨૦ કિ.રૂ .૧૨,૦૦૦ નો જથ્થો ઝડપાયો હતો. પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરી આરોપી ઇસુબભાઇ અલ્લારખાભાઇ સંધવાણી (ઉ.વ ૧૯ રહે હાલ- ખીરઇ તા – માળીયા મી જી – મોરબી મુળ રહે- જોરાવરનગર પોલીસ સ્ટેશન નજીક સુરેન્દ્રનગર) ને ઝડપી લીધો હતો. માળીયા પોલીસે દારૂ, સેન્ચેલેટ કંપનીની ક્રુઝ કાર નં- GJ – 03-06-1565 કિંમત રૂપીયા ૪,૦૦,૦૦૦નો મુદામાલ કબ્જે કરી દારૂનો જથ્થો આવ્યો ક્યાંથી સહિતની દિશામાં કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

આ કામગીરી દરમિયાન પીએસઆઇ એન.એચ.ચુડાસમા, હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ ચાવડા, વિશ્વરાજસિંહ ઝાલા, કોન્સ્ટેબલ સંજયભાઇ રાઠોડ તથા મહેન્દ્રસિંહ ચુડાસમા સહિતના ફરજ પર હાજર રહ્યા હતાં.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!