મોરબી જિલ્લાના ટંકારા ખાતે નવનિર્મિત આધુનિક બસ સ્ટેશનનું તા.12 ને શનિવારના રોજ વાહન વ્યવહાર મંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.
મુસાફરોની સુવિધાને ધ્યાને લઇ મોરબીના ટંકારા ખાતે 166.53 લાખના ખર્ચે આધુનિક બસ સ્ટેન્ડનું નિર્માણ કરવામાં આવ્યું છે. પાંચ પ્લેટફોર્મ અને આરસીસી ફેમ સ્ટ્રકચર સુવિધા સાથે 2646 ચોરસ મીટરમાં ફેલાયેલા આ બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવશે. આ સાથે સરા, સાયલા અને ગોંડલ માં નવનિર્મિત બસ સ્ટેશનનું પણ લોકાર્પણ કરાશે. આગામી તા. 12 ને શનિવારે ટંકારા બસ સ્ટેશન ખાતે આયોજીત લોકાર્પણ સમારોહમાં પ્રાથના ગીત, દીપ પ્રાગટય, રાજયમંત્રી દ્વારા પ્રાસંગીક ઉદબોધન, સ્વાગત-સન્માન ત્યારબાદ ટંકારા બસ સ્ટેશનનું લોકાર્પણ તથા અન્ય ત્રણ બસ સ્ટેશનનું લોકાર્પણ સહિતના કાર્યક્રમો યોજાશે.