Tuesday, April 30, 2024
HomeGujaratમોરબી-કચ્છ હાઇવે પર લાલપર નજીક ટ્રેઇલરમાંથી દારૂનો જથ્થો ઝડપાયો

મોરબી-કચ્છ હાઇવે પર લાલપર નજીક ટ્રેઇલરમાંથી દારૂનો જથ્થો ઝડપાયો

મોરબી કચ્છ નેશનલ હાઇવે પર આવેલ મોરબી તાલુકાના લાલપર ગામના શ્રીજી સીરામીક નજીકથી પસાર થતા ટ્રેઇલરમાથી ઇગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો હતો પોલીસે દારૂના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી – કચ્છ નેશનલ હાઇવે પરથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા ટાટા કંપનીના સિગ્મા ડમ્પર રજી.નં. GJ – 12 – Bw / 9244 ને અટકાવી પોલીસે તલાશી લેતા કેબિનમાં છુંપાવેલ ઈંગ્લીશ દારૂ મેકડોવેલ્સ નં .૦૧ રીઝર્વ વ્હિસ્કીની ૨૨ બોટલ કિ.રૂ .૮.૨૫૦ નો મુદ્દામાલ ઝડપાયો હતો. જેને લઈને પોલીસે ટાટા કંપનીના સિગ્મા ડમ્પર રજી નં . GJ – 12 – B 244 કિ.રૂ .૧૦,૦૦,૦૦૦ સહિત કિં.રૂ .૧૦,૦૮,૨૫૦ નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિનોદભાઇ ભચાભાઇ મૈયાણી (ઉ.વ ૩૫, રહે . ત્રંબો , વાડી વિસ્તાર તા.રાપર જી.કચ્છ) દારૂ આપનાર આરોપી પ્રતાપભાઇ કોલી (રહે.રાપર જી.કચ્છ) અને દારૂ મંગાવનાર રોહીતભાઇ ઉર્ફે રવિ ધીરૂભાઇ વાણંદ (રહે મોરબી) વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!