વાંકાનેર શહેરમાંથી ખોવાયેલ ત્રણ વર્ષની બાળકીનું વાંકાનેર સીટી પોલીસ મથકની શી ટીમેં તેના માતા સાથે સુખદ મીલન કરાવ્યુ હતું.
વાંકાનેર શહેરના ધર્મચોક પાસેથી શી ટિમના સભ્યોને આશરે ૩ વર્ષની એક બાળકી રડતી હાલતમાં મળી આવી હતી. જેથી SHE TEAM એ.એસ.આઇ એચ.ટી મઠીયાએ બાળકીના વાલીવારસ અંગે આજુ બાજુ તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. પરંતુ કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન હતો. જેથી બાળકીને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન લઈ આવી બાળકી ને તેનુ નામ પુછતા મેરીસ હોવાનું જાણવા મળ્યું હતું. જેને લઈને બળકીને પ્રેમભાવથી નાસ્તો કરાવી પોલીસે વધુ તપાસ હાથ ધરતા તેની માતા મોહસીનાબેન મકસુરભાઈ ભોણીયા (રહે. ભાટીયા સોસાયટી વાંકાનેર જી મોરબી) મળી આવતા ખોવાયેલ બાળકીને તેના માતા સાથે સુખદ મીલન કરાવી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ના શી ટિમ ના સભ્યો સરાહનીય કામગીરી કરી હતી.