માળીયા(મી.) માં આવેલ કન્યા છાત્રાલય માં આવેક ભોંય ટાંકાની છતમાં આજે અચાનક ગાબડું પડી જતા અફરા તફરી મચી ગઇ હતી જેમાં આ ગાબડું પડવા સમયે રિશેષનો સમય હોય જેથી છાત્રાલય માં અભ્યાસ કરતી આઠ જેટલી વિદ્યાર્થીનીઓ આ ભોંય તંકની છત પર નાસ્તો કરતી હતી જેથી તેઓ પણ ટાંકામાં ખાબકી હતી જોકે આ ટાંકામાં વધુ પાણી ભરેલ ન હોય જેથી આ વિદ્યાર્થીની ઓને સામાન્ય નાનીમોટી ઈજાઓ પહોંચી હતી પરન્તુ શાળામાં અવાર નવાર સરપ્રાઈઝ ચેકીંગ થતા હોય છે ત્યારે આવડી મોટી ખામી રહી કઈ રીતે ગઈ એ સવાલ ઉપસ્થિત થયો છે અને હવે આ ઘટના સહેજમાં ટળી છે ત્યારે તંત્ર દ્વારા આ ઘટનાની ગંભીરતા પૂર્વક નોંધ લઈને જવાબદારો પર કડક કાર્યવાહી કરવું જરૂરી બન્યું છે.
આ ઘટનાની જાણ થતાં જ માળીયા(મી) પીએસઆઇ બી ડી જાડેજા સહિતની ટિમ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને કાટમાળ ખસેડીને ટાંકામાં પડી ગયેલ વિદ્યાર્થીનીઓને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને હજુ કાટમાળમાં કોઈ વિદ્યાર્થીની ફસાયેલ છે કે નહીંતે અંગે તપાસ હાથ ધરી ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી માળિયા મી.પોલીસ દ્વારા હાથ આવી છે.