મોરબીની માળીયા વનાળિયા સોસાયટીમાં રહેતા પંકજભાઈ પાલાભાઈ રાઠોડ એ ચાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે તેમના કાકા ઉમેશભાઇ આરોપી સોનલબેન અબ્બાસભાઈ કટિયા ની સામે રહેતા હોય જેથી આરોપીઓને એ ગમતું ન હોવાથી ગત તા. ૨૫ ના રોજ સાંજે ફરિયાદી અને તેમના કાકા ઉમેશભાઇ અને હકીભાઈ નામના વ્યક્તિને ગાળો આપી અપમાનિત કરી ધોકા વડે માર માર્યો હતો બાદમાં ફરિયાદી ફરિયાદ કરવા જતાં હતાં ત્યારે રસ્તામાં મોટરસાઇકલ ઉભું રખાવી અન્ય ત્રણ આરોપી ઇસ્માઇલ ઉર્ફે શેરો મોવર, ફિરોજ અને ઇસ્માઇલ ના દીકરા એ મળી ફરિયાદી પર છરી અને ધોકા વડે હુમલો કર્યો હતો.
જેથી મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા એટ્રોસીટી એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.