મોરબી: મોરબી નજીક પિકઅપ વાહન મોપેડને હડફેટે લેતા એકને ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે ફરીયાદી જયેશભાઈ પ્રભુભાઈ વડાવીયાએ આરોપી GJ-03-AW-3709 નંબરના વાહનનો ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, સાહેદ જગજીવનભાઈ કેશવજીભાઈ ભાડજા પોતાનુ ઈલેક્ટ્રીક મોપેડ લઈને ઘરેથી સેવા સદન મોરબી તરફ જતા હોય તે દરમ્યાન વીસી ફાટક પાસે GJ-03-AW-3709 નંબરમાં વાહન ચાલકે પોતાના વાહનને પાછળથી ભટકાડી સાહેદ જગજીવનભાઈને પછાડી દઈ માથામા પાછળના ભાગે તેમજ ડાબા હાથની આગળીઓમા ઈજાઓ કરી હતી.