Sunday, November 24, 2024
HomeGujaratMorbiમોરબી માળીયા પેટા ચૂંટણી જીતવા માટે ભાજપ દ્વારા મોટા માથાઓને મેદાને ઉતારવામાં...

મોરબી માળીયા પેટા ચૂંટણી જીતવા માટે ભાજપ દ્વારા મોટા માથાઓને મેદાને ઉતારવામાં આવ્યા : ભાજપની સભામાં ભાજપ નાંજ ખિસ્સા ક્પાયા

મોરબીમાં કેન્દ્રિત મંત્રી સ્મૃતિ ઈરાનીએ સભા ને સંબોધી હતી જેમાં હાર્દિક પટેલ પર નિશાન તાક્યું હતું અને હાર્દિકને કોંગ્રેસનો નોકરિયાત ગણાવ્યો હતો તેમજ આ સભા દરમિયાન ભાજપ નાંજ કાર્યકરોના ખીસ્સા કપાયા હતા

- Advertisement -
- Advertisement -

મોરબી માળીયા પેટા ચૂંટણી જીતવા માટે ભાજપ દ્વારા મોટા માથાઓને મેદાને ઉતારવામાં આવ્યા છે ત્યારે આજે મોરબીના ન્યુ ગુજરાત હાઉસીંગ બોર્ડ ખાતે કેન્દ્રીય બાળ કલ્યાણ અને કાપડ મંત્રી સ્મૃતિ ઈરાની એ સભા યોજી હતી આ સભા દરમિયાન ભાજપના કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની એ પોતાના વક્તવ્ય દરમિયાન એક પણ વાર ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાનું નામ પણ લીધું ન હતું તો બીજી બાજુ સભા સ્થળ પર ઉમેદવાર બ્રિજેશ મેરજા ગેરહાજર રહ્યા હતાં સ્મૃતિ ઈરાનીએ પોતાની સ્પીચ દરમિયાન હાર્દીક પટેલ પર નિશાન તાક્યું હતું અને હાર્દિક પટેલે ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ પર કરેલા આક્ષેપોનો જવાબ આપતા જણાવ્યું હતું જે હાર્દિક છ મહિના પૂર્વે જ કોંગ્રેસ માં જોડાયો છે અને એ બેરોજગાર ને નોકરી આપી હોય તેમ ખેડૂતોની વાતો કરતા કરતા કોંગ્રેસમાં જોડાઇ ગયો હતો અને આજે અમારા ભાજપના 40 વર્ષના પાયાના કાર્યકર્તા પર આક્ષેપ તેના મોઢે શોભતાં નથી આ ઉપરાંત તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર પેકેજ,મહિલા સેવા આયોગ,370 જેવી ઐતિહાસિક ઘટનાઓ સમયે જ કોંગ્રેસે દેશનું અહિત વિચારી વિરોધ કર્યો છે તો આ કોંગ્રેસને હરાવવા ભાજપને હવે મત આપી તમારે વિકાસને આગળ ધપાવવા નો છે જો કે આ સભા દરમિયાન ભાજપ કાર્યકર્તાઓના ખિસ્સા કપાયા હતા ત્યારે બીજી બાજુ આ સભામાં કોવિડ 19 ના નિયમોનું પણ ધ્યાન રાખવામા આવ્યું હતું. આ સભા દરમિયાન મોરબી જીલ્લા પ્રભારી આઈ કે જાડેજાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ ખોટા આક્ષેપો કરી અને ભાજપને બદનામ કરી રહી છે કોંગ્રેસ ભાંગી ગઈ છે પરન્તુ મોરબી માળીયા વિધાનસભા પેટા ચૂંટણીમાં કોંગ્રેસ ને કારમી હારનો સામનો કરવો પડશે જેમાં કોઈ શંકાને સ્થાન નથી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!