લગ્નના ટૂંકાગાળામાં પરિણીતાએ આપઘાત કરી લેતા ડીવાયએસપી તપાસ હાથ ધરી
મોરબી : મોરબીમાં ચાર માસ પહેલા લગ્ન કરનાર નવોઢાએ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જો કે લગ્નના ટૂંકાગાળામાં પરિણીતાએ આપઘાત કરી લેતા ડીવાયએસપી તપાસ હાથ ધરેલ છે.
મોરબી તાલુકા પો.સ્ટેમાંથી જાણવા મળેલ વિગતો મુજબ પુજાબેન હેમરાજભાઇ ઠાકુર (ઉ.વ-૧૮ રહે. જાંબુડીયા રોલેક્ષ સિરામીક લેબર ક્વાટરમાં) વાળીએ ગઈકાલે જાંબુડીયા ગામ પાસે આવેલ રોલેક્ષ સિરામીકના પોતામાં લેબર ક્વાટરમાં કોઇપણ કારણોસર પોતાના લેબર ક્વાટરમાં ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા તેની ડેડબોડી તેના પતિ હેમરાજ ઠાકુર મોરબી સિવિલ હોસ્પિટલમાં લાવેલ હોય અને તેણીનો લગ્ન ગાળો ચાર માસનો હોય તાલુકા પોલીસે પ્રાથમિક તપાસ કરી વધુ તપાસ ડીવાયએસપીને હવાલે કરી છે.