મોરબી : હળવદમાં બાળકો રમત રમતમાં બાક્સની દીવાસળી સળગાવી દેતા સળગેલ દીવાસળી ખાટલા પર પડી જતા આગ લાગતા ખાટલા ઉપર સૂતેલો માસૂમ બાળક જીવતા ભુજાઈ ગયો હતો. આ બાળકનું ગંભીર રીતે દાઝી જવાથી મોત થતા તેના પરિવારમાં શોક છવાયો હતો.
હળવદ પો.સ્ટે.માંથી જાણવા મળેલ વિગત મુજબ હળવદના ઘનશ્યામપુર ગામની સીમ મુકેશભાઇ રમણલાલ ચૌહાણ ઉ.વ.૨૨ પરિવાર સાથે રહીને ખેતમજૂરી કરે છે. દરમિયાન ગઈકાલે ઘનશ્યામપુર ગામની સીમમા મેરામણભાઇ સામતભાઇ સગરની વાડીએ કામ કરતા મુકેશભાઇ રમણલાલ ચૌહાણનો પુત્ર રાજેશ ઉ.વ.૬ માસ વાળો ખાટલા પર ચાદર ઓઢાડેલ હાલતમાં સુતો હોય અને તેઓની બહેન અનીસા ઉ.વ.૩ વર્ષ વાળી ખાટલા પાસે બાકસ વડે રમતી હોય અને રમતા રમતા અકસ્માતે ભુલથી અનીસાથી બાકસની દીવાસળી સળગી જતા સળગેલ દીવાસળી ખાટલા પર પડી જતા આગ લાગતા રાજેશ શરીરે આગ લાગવાથી દાજી જતા સારવાર દરમ્યાન આ બાળકનું મોત નિપજેલ હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.