આજના આધુનિક યુગમાં બાળકો મોબાઈલ ની દુનિયામાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે ત્યારે મોરબીનો એક છ વર્ષીય બાળક શિવ આરાધના માં વ્યસ્ત છે.
મોરબીમાં રહેતા સમસ્ત બ્રહ્મસમાજ મોરબીના મહામંત્રી અમૂલભાઈ જોષી કેયુર જોષી નામનો છ વર્ષીય બાળક આખો શ્રાવણ માસ દરમિયાન ઉપવાસ કરે છે તેમજ આ ઉપવાસની સાથે સાથે નિયમિત શિવ આરાધના પણ કરે છે અને એ શિવ આરાધના પણ ખાસ રીતે કરવામાં આવે છે જેમાં આ બાળક કેયુર દ્વારા પોતાના હાથ થી બનાવેલ માટીના શિવલિંગની દરરોજ સવારે અને સાંજે પૂજા કરીને શિવભક્તિ કરી રહ્યો છે તેમજ પોતાના અન્ય મિત્રો ને બાળકોને પણ સોશિયલ મીડિયા મારફતે શિવભક્તિ કરવા પ્રેરણા આપે છે.