Saturday, November 23, 2024
HomeGujaratમોરબી તાલુકાના વાવડી ગામે મહિલાએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

મોરબી તાલુકાના વાવડી ગામે મહિલાએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

મોરબી જીલ્લામાં અપમૃત્યુના બનાવોનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આપઘાતના બનાવમાં ચિંતાજનક હદે વધારો થઇ રહ્યો છે. જેમાં મોટી વાવડી ગામની સીમમાં આવેલ એક વાડીમાં ખેતમજૂરીનુ કામ કરી ગુજરાન ચલાવતા મજુરનાં પત્નીએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું હોવાનું ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. તેમજ મોરબી તાલુકા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

બનાવ અંગે મળતી માહિતી અનુસાર, વાવડી ગામની સીમમા ગીરીરાજસિંહ જાડેજાની વાડીમા ખેતમજૂરી કરતા ગીતાબેન બારીયાએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા ગત ૧૪ તારીખે તેમને સારવાર અર્થે આયુષ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જેને કારણે મોરબી તાલુકા પોલીસે તેમના મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો, તેમજ મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!