મોરબી જિલ્લાના વાંકાનેર શહેરમાં તાલુકા પંચાયત કચેરી નજીક ટાઉન બી બીટમાં રહેતા ૭૫ વર્ષીય ગણેશભાઇ ગોકળભાઇ સંખેસરીયા ગઈકાલે પોતાના ઘરે ટીવી જોઈ રહ્યા હતા, તે દરમિયાન તેઓ અચાનક પડી જતા તેમના દીકરાએ તેઓને હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં તેઓને હાજર ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા અને આ અંગે એક્જીક્યુટીવ મેજીસ્ટેટ ને જાણ કરી હતી. જેને લઇ સમગ્ર મામલે એએસઆઇ એન.એસ.લાવડીયાને તપાસ સોંપવામાં આવી છે. તેમજ ઘટના અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.